Tuesday, June 24, 2025
More

    ‘દરેક આતંકી અને તેના સંગઠનો સમજી ગયા છે કે ભારતીય નારીઓનું સિંદૂર ભૂંસનારાઓનો શું હાલ થશે’: PM મોદીએ કહ્યું- આખી દુનિયાએ જોઈ દેશની તાકાત

    વડાપ્રધાન મોદીએ 12 મેના રોજ દેશને સંબોધિત કર્યો છે. સંબોધનની શરૂઆતમાં જ તેમણે દેશના સૈનિકો અને ગુપ્તચર એજન્સીઓને નમન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “દેશના તમામ લોકો તરફથી હું સેના અને ગુપ્તચર એજન્સી તથા અન્ય સંગઠન સાથે સંકળાયેલા લોકોને નમન કરું છું.” આ સાથે તેમણે આતંકવાદને લઈને પણ વાત કરી છે.

    તેમણે કહ્યું છે કે, પહલગામ આતંકી હુમલામાં ધર્મ પૂછીને મારનારા આતંકીઓ અને તેમના સંગઠનો સમજી ગયા છે કે, ભારતીય નારીઓનું સિંદૂર ભૂંસનારાઓનો શું હાલ થશે. તેમણે કહ્યું કે, ભારતના આ હુમલામાં 100થી વધુ ખૂંખાર આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા છે. તેમણે કહ્યું છે કે, આખી દુનિયાએ હવે ભારતની તાકાત જોઈ છે.

    તેમણે કહ્યું છે કે, સૈનિકોએ ઑપરેશનના ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા છે. તેમણે કહ્યું કે, “આપણાં બહાદુર સૈનિકોએ ઑપરેશનના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં અપાર હિંમત દર્શાવી છે.”