Monday, March 17, 2025
More

    અમેરિકામાં વધુ એક વિમાન ક્રેશ, ફિલાડેલ્ફિયાના રહેણાંક વિસ્તારમાં પ્લેન તૂટતાં ઘરોમાં આગ

    અમેરિકાના વોશિંગ્ટનમાં થોડા દિવસો પહેલાં જ એક પ્લેન ક્રેશનો મામલો સામે આવ્યો હતો. હવે ફિલાડેલ્ફિયા શહેરમાં (Philadelphia Plane Crash) એક વિમાન ક્રેશ થઇ ગયું હતું, જેના કારણે અનેક લોકો ઘાયલ થવાની આશંકા છે.

    આ અઠવાડિયા દરમિયાન અમેરિકામાં આ બીજું પ્લેન ક્રેશ થયું છે. આ ઘટના ઉત્તરપૂર્વ ફિલાડેલ્ફિયામાં રૂઝવેલ્ટ મોલ નજીક બની હતી. આ દુર્ઘટનાની ભયાવહ તસ્વીરો તથા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. જેમાં આગના ગોટેગોટા અને ઘરો તથા ગાડીઓમાં લાગેલી આગ જોઈ શકાય છે.

    અહેવાલ અનુસાર ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ જણાવ્યું હતું કે તે એક નાનું લિયરજેટ 55 એક્ઝિક્યુટિવ એરક્રાફ્ટ હતું જેમાં છ લોકો સવાર હતા. જેમાં એક બાળક પણ સામેલ હતું. અહેવાલ મુજબ વિમાન ઉડાન ભર્યાના માત્ર 30 સેકન્ડ પછી જ અકસ્માતનો ભોગ બન્યું. આ ઘટના 30 જાન્યુઆરીની સાંજે 6:30 કલાકે બની હતી.

    આ ઘટનાના પગલે શહેરના રસ્તાઓ તથા અસરગ્રસ્ત વિસ્તાર સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો હતો તથા તાત્કાલિક બચાવકામગીરી ચાલુ કરવામાં આવી હતી.