Monday, March 17, 2025
More

    ‘પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ લોકતંત્ર વિરુદ્ધ ગુનો, તેમાં બદલાવની જરૂર’: સદગુરુ જગ્ગી વાસુદેવ

    ઈશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવે પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ લોકતંત્ર સામેનો એક ગુનો છે અને તેમાં પરિવર્તનની ખૂબ જરૂર છે. તેમણે આ નિવેદન પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન આપ્યું હતું. એક પત્રકાર સાથે વાત કરતી વખતે તેમણે પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ વિશે વાત કરી હતી.

    મહાકુંભ માટે પ્રયાગરાજ પહોંચેલા સદગુરુ જગ્ગી વાસુદેવે ટાઈમ્સ નાઉના નવિકા કુમાર સાથે વાતચીતમાં કહ્યું કે, “નાગરિકોને પોતાની સમસ્યા માટે કાનૂની સહાયથી વંચિત રાખવા લોકતંત્રના મૂળ સિદ્ધાંતની વિરુદ્ધ છે. જ્યારે તમે દેશના કોઈ નાગરિકને કહો છો કે, તે પોતાની સમસ્યા માટે કોર્ટ નહીં જઈ શકે અને કાનૂની રસ્તો નથી અપનાવી શકે તો તે લોકતંત્રના મૂળ ચરિત્ર વિરુદ્ધ છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “હું સમજુ છું કે, જ્યારે તેઓ કહે છે કે, અમે પૂજા સ્થળનો દાવો નથી શકતા. ભલે આપણને ખબર હોય કે, નીચે એક મંદિર છે. પરંતુ નાગરિકોને એવું કહેવું કે, તેઓ કોઈ મુદ્દાની કાનૂની સહાય માટે કોર્ટ જઈ શકતા નથી તો લોકતંત્ર કયા છે? જો અમે અદાલતમાં પોતાનો દાવો સાબિત કરવામાં નિષ્ફળ રહીએ તો તે અલગ વાત છે. પરંતુ અદાલત જવાન અધિકારનો કેવી રીતે ઇનકાર કરી શકાય? આ કેવો કાયદો છે?”