Sunday, July 13, 2025
More

    પીલીભીતમાં વધુ 61 શીખ પરિવારોની ઘર વાપસી, પાંચ વર્ષમાં 3000 બન્યા હતા ઈસાઈ: ગુરુદ્વારા સમિતિએ કહ્યું- 1000ને લવાયા મૂળ ધર્મમાં પરત

    ઉત્તર પ્રદેશના પીલીભીત (Pilibhit) જિલ્લાના 61 ધર્માંતરિત ઈસાઈ પરિવારોએ (61 Converted Christian families) ઘર વાપસી (Ghar Wapsi) કરી છે. આ પરિવારોએ પાછલા વર્ષોમાં શીખ ધર્મ (Sikhism) છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. હવે હિંદુ અને શીખ ધર્મના ગુરુઓ તેમની ઘર વાપસી માટે ઘણા કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 1000 લોકો મૂળ ધર્મમાં પાછા ફર્યા છે.

    સોમવારે (16 જૂન 2025) ચાર ગામોના 61 પરિવારો શીખ સંમેલનનું આયોજન કરીને શીખ ધર્મમાં પાછા ફર્યા હતા. આ કાર્યક્રમમાં દૂર-દૂરથી ધર્મગુરુઓ અને ઉપદેશકોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં ધાર્મિક નેતાઓએ લોકોને મૂળ ધર્મમાં પાછા ફરવા માટે જાગૃત કર્યા હતા. અગાઉ, ભારતીય શીખ સંગઠને ગામડાઓમાં લોકોને મળ્યા હતા અને ધર્મ વિશે માહિતી આપીને પાછા ફરવાની અપીલ કરી હતી.

    ઉલ્લેખનીય છે કે પીલીભીતમાં નેપાળની સરહદે આવેલા ગામડાઓમાં છેલ્લા ઘણા વર્ષોમાં ગ્રામજનોને ખ્રિસ્તી ધર્મમાં ફેરવવામાં આવ્યા હતા. વર્ષ 2020માં, લગભગ 3 હજાર શીખ ધર્માંતરિત થયા હતા. પરંતુ હવે આ લોકો મૂળ ધર્મમાં પાછા ફરી રહ્યા છે. ઓલ ઈન્ડિયા શીખ પંજાબી વેલફેર કાઉન્સિલના રાષ્ટ્રીય પ્રમુખ હરપાલ સિંહ જગ્ગીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આ ગામડાઓમાંથી 1000 લોકોએ ઘર વાપસી કરી છે.