તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહેલા એક મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારત સરકાર હવે નવા સંચાર નિયમો હેઠળ સોશિયલ મીડિયા અને ફોન કૉલ પર નજર રાખશે.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકારે આવો કોઈ નિયમ લાગુ કર્યો નથી અને જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તે સદંતર ખોટો છે.
वायरल मैसेज में दावा किया जा रहा है कि भारत सरकार द्वारा अब 'नए संचार नियम' के तहत सोशल मीडिया और फोन कॉल की निगरानी रखी जाएगी#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) December 25, 2024
❌यह दावा #फ़र्ज़ी है
✅ भारत सरकार द्वारा ऐसा कोई नियम लागू नहीं किया गया है
✅ ऐसे किसी भी फ़र्ज़ी/अस्पष्ट सूचना को फॉरवर्ड ना करें pic.twitter.com/og4Nse0xL6
વોટ્સએપ ઉપર વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે, નવા નિયમો અનુસાર તમામ કોલ રેકોર્ડ કરવામાં આવશે અને વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર સહિતનાં સોશિયલ મીડિયા માધ્યમો ઉપર પણ નજર રાખવામાં આવશે. સાથે એવું પણ લખવામાં આવ્યું છે કે, કોઈ પણ રાજનીતિક કે ધાર્મિક મુદ્દે કશુજ લખવું એ ગુનો છે અને તેના કારણે વોરન્ટ વગર ધરપકડ થઈ શકે તેમ છે.
આ બધી વાતો ફર્જી છે. સરકાર આવો કોઈ નિયમ લાવી નથી. PIB દ્વારા પણ આ મામલે ફેક્ટચેક કરીને સાચી જાણકારી આપવામાં આવી છે તેમજ નાગરિકોને અફવામાં ન આવવા માટે વિનંતી કરવામાં આવી છે.