Sunday, March 2, 2025
More

    રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે આવેલી મહિલાઓના અંગત વિડીયો વાયરલ: ક્રાઇમ બ્રાન્ચે આદરી તપાસ, ડોક્ટરે કહ્યું- CCTV થયા હેક

    રાજકોટની એક હોસ્પિટલના સારવાર માટે આવેલી મહિલાઓના વિડીયો વાયરલ થયા છે. આ વીડિયો હોસ્પિટલના CCTV દ્વારા રેકોર્ડ થયેલા છે. આ વિડીયો રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના છે. ગર્ભવતી મહિલાઓના ચેકઅપના વિડીયો પણ વાયરલ થયા છે .

    વિડીયોમાં અહીં સારવાર માટે આવેલી મહિલાઓના ગુપ્ત અંગો બતાવવામાં આવ્યા હતા. આ વાંધાજનક વિડીયો યુટ્યુબ પર ‘Megha MBBS’ નામની ચેનલ પર શેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટેલિગ્રામ ચેનલ પર ઘણા વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા.

    હવે ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ આ મામલાની તપાસ કરી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે પણ હોસ્પિટલમાં જઈને તપાસ કરી. હોસ્પિટલે દાવો કર્યો છે કે, તેમના સીસીટીવી હેક કરવામાં આવ્યા છે, જેના કારણે આ વિડીયો વાયરલ થયા છે.