આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણના (Pawan Kalyan) નાના પુત્ર માર્ક શંકર સિંગાપુરમાં (Singapore) અકસ્માતનો ભોગ બન્યા છે. સિંગાપુરની એક શાળામાં લાગેલી આગમાં માર્ક શંકર ઘાયલ થયો છે. અકસ્માતમાં તેના હાથ અને પગમાં ઈજા થઈ હોવાની માહિતી બહાર આવી છે.
પવન કલ્યાણની પાર્ટી જનસેના પાર્ટીએ X પર એક પોસ્ટ શેર કરી અને માહિતી આપી કે તેઓ તેમના રાજકીય કાર્યક્રમો પછી સિંગાપુર જવા રવાના થશે. જનસેના પાર્ટીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં માર્કના હાથ અને પગ બળી ગયા હતા જ્યારે ધુમાડાને કારણે તેના ફેફસાં પણ પ્રભાવિત થયા હતા અને તે હાલમાં ત્યાંની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న శ్రీ @PawanKalyan గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్
— JanaSena Party (@JanaSenaParty) April 8, 2025
•చేతులు, కాళ్ళకు గాయాలు… ఆసుపత్రిలో చికిత్స
•మన్యంలో పర్యటన ముగిసిన తరవాత శ్రీ పవన్ కల్యాణ్ గారు సింగపూర్ పయనం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్…
આ મામલે પવન કલ્યાણે કહ્યું હતું કે, “મેં ગઈકાલે તે ગામના આદિવાસીઓને વચન આપ્યું હતું કે હું અરાકુ નજીકના કુરિડી ગામની મુલાકાત લઈશ. તેથી હું તે ગામમાં જઈશ, તેમની સાથે વાત કરીશ અને ત્યાંની સમસ્યાઓ જાણીશ. કેટલીક વિકાસ યોજનાઓ શરૂ થવાની છે, તેથી હું પ્રવાસ પૂર્ણ કર્યા પછી જ સિંગાપુર જઈશ.”
પવન કલ્યાણ હાલમાં આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના પ્રવાસે છે. તેમણે પોતાના નિર્ધારિત કાર્યક્રમો પૂર્ણ કર્યા પછી સિંગાપુર જવાનું નક્કી કર્યું છે.