Tuesday, March 18, 2025
More

    બાબરી વિવાદમાં મધ્યસ્થી બનેલા પટના મહાવીર મંદિરના સેક્રેટરી આચાર્ય કુણાલનું અવસાન: અનેક હોસ્પિટલો બનાવવા સહિતના સેવાકાર્યોમાં રહ્યા આજીવન વ્યસ્ત

    પૂર્વ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી અને પટના સ્થિત મહાવીર મંદિરના (Mahavir Mandir, Patna) સચિવ આચાર્ય કિશોર કુણાલનું (Acharya Kishore Kunal) નિધન થયું છે. કિશોર કુણાલને રવિવારે (29 ડિસેમ્બર 2024) સવારે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. આ પછી તેમને તાત્કાલિક મહાવીર વાત્સલ્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે, તેમને બચાવી શકાયા ન હતા અને 74 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

    1950માં બિહારના હાજીપુરમાં જન્મેલા કુણાલ કિશોરે મહાવીર કેન્સર હોસ્પિટલ, મહાવીર વાત્સલ્ય હોસ્પિટલની સ્થાપના કરી હતી. તાજેતરમાં જ તેમણે ચિલ્ડ્રન કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ ઉપરાંત તેઓ જ્ઞાન નિકેતનના સ્થાપક પણ હતા. 1990માં તત્કાલિન વડાપ્રધાન વીપી સિંહે તેમને અયોધ્યા વિવાદ પર વિશ્વ હિન્દુ પરિષદ અને બાબરી મસ્જિદ એક્શન કમિટી વચ્ચે મધ્યસ્થી કરવા માટે પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા હતા.