Saturday, June 21, 2025
More

    ‘વિશ્વ શિવનું અનુસરણ કરે તો બધું આપોઆપ સરખું થઈ જશે’: ભારત આવેલા ઈલોન મસ્કના પિતાએ કરી સનાતન ધર્મની પ્રશંસા, કહ્યું- આપણે હજી ઘણું શીખવાનું બાકી  

    જાણીતા ઉદ્યોગપતિ અને ટેસ્લા તથા સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કના (Elon Musk) પિતા ઈરોલ મસ્ક (Errol Musk) ભારતની મુલાકાત દરમિયાન સનાતન ધર્મ (Sanatana) અને ભગવાન શિવની (Shiva) પ્રશંસા કરીને ચર્ચામાં આવ્યા છે. દિલ્હીમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં, ઈરોલ મસ્કે સનાતન ધર્મની પ્રાચીનતા અને તેના સર્વસમાવેશક તત્વજ્ઞાનની પ્રશંસા કરી અને તેને વૈશ્વિક શાંતિ અને સમજણનો માર્ગ ગણાવ્યો.

    ઈરોલ મસ્કે જણાવ્યું, “હું વિશેષજ્ઞ નથી પરંતુ, મને લાગે છે કે જો આખું વિશ્વ ભગવાન શિવના માર્ગને અનુસરે, તો બધું બરાબર થઈ જશે. હિંદુ ધર્મ એટલો પ્રાચીન છે કે તે મારા મનને આશ્ચર્યચકિત કરે છે. તે આપણને બતાવે છે કે આપણે હજુ કેટલું ઓછું જાણીએ છીએ.”

    આ નિવેદનમાં તેમણે સનાતનની શાશ્વત જ્ઞાન અને આધ્યાત્મિક ઊંડાણની પ્રશંસા કરી. તેમણે ખાસ કરીને ભગવાન શિવના સિદ્ધાંતોને વિશ્વ માટે ફાયદાકારક ગણાવ્યા, જેમાં પરિવર્તન, સંતુલન અને આંતરિક શાંતિનો સમાવેશ થાય છે.

    ઈરોલ મસ્કે સનાતનની શાશ્વત પરંપરાઓ અને તેના ફિલસૂફીકલ મૂળ પર આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, “આ ધર્મ એટલો જૂનો છે કે તે આપણને બતાવે છે કે આપણે હજુ પણ ઘણું શીખવાનું બાકી છે.”