ઉત્તર પ્રદેશના મેરઠમાં પોલીસે (Meerut Police) ઈદ-ઉલ-ફિત્ર પર (Eid) રસ્તાઓ અને જાહેર સ્થળોએ નમાજ પઢવા (namaz on roads) પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાજ અદા કરતો જોવા મળશે તો તેની સામે FIR દાખલ કરવામાં આવશે અને તેનો પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા માટેની કાર્યવાહી પણ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, તે લોકો હજ કે ઉમરાહ યાત્રા પર જઈ શકશે નહીં.
મેરઠના એસપી વિપિન તાડાએ જણાવ્યું હતું કે આ આદેશનો કડક અમલ કરવા માટે પોલીસ દળની સાથે અર્ધલશ્કરી દળો, રેપિડ એક્શન ફોર્સ (RAF) અને PAC પણ તૈનાત કરવામાં આવશે. બધા સ્ટેશન ઇન્ચાર્જને આ પ્રતિબંધનો કડક અમલ થાય તેની ખાતરી કરવા સૂચના આપવામાં આવી છે.
મેરઠના એસપી સિટી આયુષ વિક્રમ સિંહે જણાવ્યું હતું કે મસ્જિદો અને ઇદગાહ ઉપરાંત, લોકો ફૈઝ-એ-આમ ઇન્ટર કોલેજમાં પણ નમાઝ અદા કરી શકે છે. આવી સ્થિતિમાં, પોલીસે મુસ્લિમ સમુદાયના મૌલવીઓને અપીલ કરી છે કે તેઓ આ નિર્ણય વિશે દરેકને જાણ કરે અને ખાતરી કરે કે કોઈપણ સંજોગોમાં જાહેર સ્થળોએ નમાઝ ન પઢવામાં આવે.