Thursday, April 17, 2025
More

    ‘એક ઈંટ પણ નહીં હટે…’: વાલ્મીકિ સમુદાયનો મેસેજ મળતાં જ મંદિર બચાવવા પહોંચ્યા દિલ્હી કેબિનેટ મંત્રી પ્રવેશ સિંઘ વર્મા

    દિલ્હીમાં યમુના બજાર સ્થિત નીલી છતરીવાળા મંદિરને તોડવાના અહેવાલો વહેતા થયા હતા. આ અંગે સ્થાનિક વાલ્મીકિ સમાજના લોકોએ દિલ્હી કેબિનેટ મંત્રી પ્રવેશ સાહિબ સિંઘ વર્માને (Parvesh Sahib Singh Verma) જાણ કરી હતી. ત્યારે પ્રવેશ વર્મા તાત્કાલિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

    તેઓ વિધાનસભાના સત્રથી સીધા મંદિર સ્થાને પહોંચ્યા હતા. તેમણે લોકોને આશ્વાસન આપ્યું હતું કે, મંદિરની એક ઈંટ પણ હટાવવામાં આવશે નહીં. તેમણે આ અંગે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી માહિતી આપી હતી.

    પ્રવેશ વર્માએ X પરની પોસ્ટમાં લખ્યું હતું કે, “મને વાલ્મીકિ સમુદાયના કેટલાક ભાઈઓ તરફથી વોટ્સએપ પર મેસેજ મળ્યો કે યમુના બજારમાં સ્થિત નીલી છતરીવાળા મંદિરને તોડી પાડવામાં આવી રહ્યું છે. વિધાનસભા સત્રથી સીધા અહીં પહોંચ્યા પછી મેં અધિકારીઓ સાથે પરિસ્થિતિનો તાગ મેળવ્યો.”

    તેમણે આગળ લખ્યું હતું કે, “હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે મંદિરની એક પણ ઈંટ દૂર કરવામાં આવશે નહીં. ભગવાન વાલ્મીકિની જય.” તેમણે આ પોસ્ટની સાથે એક વિડીયો પણ શેર કર્યો હતો. જેમાં તેઓ અધિકારીઓ સાથે વાતચીત કરતા દેખાઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે “આ મંદિરને ફરીથી નવેસરથી બનવવામાં આવશે જેથી તમને આનંદ થશે.”