Thursday, February 27, 2025
More

    કેજરીવાલનો ‘શીશ મહેલ’ બનાવવા પ્રજાના કેટલા પૈસા વેડફાયા તે શોધીને જ રહીશું: દિલ્હી સરકારના મંત્રી પ્રવેશ વર્માનો હોંકાર

    દિલ્હી સરકારના મંત્રી પ્રવેશ વર્માએ (Parvesh Verma) ‘શીશ મહેલ’ની (Sheeshmahal) તપાસ શરૂ કરવાની જાહેરાત કરી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) સત્તાવાર નિવાસસ્થાનના નવીનીકરણ પાછળ કેટલા સરકારી નાણાં ખર્ચાયા તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવશે.

    પ્રવેશ વર્માએ કહ્યું કે આ તપાસ જરૂરી છે જેથી એ સ્પષ્ટ થાય કે અગાઉના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા ખર્ચને કયા આધારે મંજૂરી આપવામાં આવી હતી. તેમણે ખાસ કરીને આમ આદમી પાર્ટી (AAP) સરકાર હેઠળ ત્રણ વર્ષ પહેલાં બનેલા ભવ્ય મુખ્યમંત્રી કાર્યાલયની તપાસ કરવાનો ઉલ્લેખ કર્યો.