કચ્છના (Kutch) હરામીનાળા (Harami Nala) પાસેથી પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની ઘૂસણખોર (Pakistani infiltrator) ઝડપાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, BSFના જવાનોએ દેશની સરહદના ઘૂસી રહેલા પાકિસ્તાની નાગરિકને દબોચી લીધો હતો. પૂછપરછમાં તેનું નામ બાબુ અલી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં તે ઘૂસણખોરી કરી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં BSFના જવાનોએ તેની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માહિતી અનુસાર, ઝડપાયેલો નાગરિક પાકિસ્તાનના સિંધ પ્રાંતનો હોવાનું સામે આવ્યું છે. BSFના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન ભારતીય સરહદ પર બાબુ અલી નામનો પાકિસ્તાની શખ્સ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો. જે બાદ સેનાના જવાનોએ તેને પકડી પાડ્યો હતો અને પૂછપરછ હાથ ધરી કાર્યવાહી પણ શરૂ કરી દીધી હતી.
હાલ BSFના જવાનો પાકિસ્તાની નાગરિકની પૂછપરછ કરી રહ્યા છે. તેની સાથે અન્ય કયા લોકો હતા? શા માટે તે ભારતમાં ઘૂસવા પ્રયાસ કરી રહ્યા હતા, જેવી અનેક બાબતો પર હાલ તપાસ ચાલી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, BSFના જવાનો પૂછપરછ પૂર્ણ કર્યા બાદ પાકિસ્તાની નાગરિકનો હવાલો પોલીસને સોંપશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.