Tuesday, March 25, 2025
More

    ફરી ઇન્ટરનેશનલ લેવલે પાકિસ્તાનની ફજેતી: સાઉદી અરેબિયા, UAE સહિતના ગલ્ફ દેશોએ એન્ટ્રી પર લગાવ્યો પ્રતિબંધ

    પાકિસ્તાન (Pakistan) અને તેના નાગરિકોની હાલત આ સમયે ખૂબ કફોડી બની ગઈ છે. તેવામાં હવે તેને વધુ એક ફટકો પડ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, ગલ્ફ દેશોએ (Gulf countries) પાકિસ્તાનના 30 શહેરોના લોકોને વિઝા (Visa) આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સંયુક્ત આરબ અમીરાત (UAE), સાઉદી અરેબિયા અને અન્ય ઘણા ગલ્ફ દેશોએ પાકિસ્તાનીઓની એન્ટ્રી પર પ્રતિબંધ (Ban on entry) લગાવી દીધો છે.

    નોંધવા જેવું છે કે, ગલ્ફ દેશોએ પાકિસ્તાનના નાગરિકોની એન્ટ્રી પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે પાકિસ્તાની પાસપોર્ટ સતત ત્રીજા વર્ષે વિશ્વમાં ચોથા ક્રમે સૌથી ખરાબ રેન્કિંગ ધરાવે છે. આ સિવાય UAEએ પાકિસ્તાનના વિઝા અરજદારો માટે પોલીસ દ્વારા જારી કરાયેલ કેરેક્ટર સર્ટિફિકેટ સબમિટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

    ગલ્ફ દેશો દ્વારા પાકિસ્તાની વિઝા નકારવા પાછળ અનેક કારણો છે. જેમાં ભિખારીઓ અને ડ્રગ્સ સ્મગલર્સ મુખ્ય કારણ છે. તેઓ પ્રવાસી અથવા જોબ વિઝા પર ગલ્ફ દેશો પહોંચીને સ્મગલિંગ કરતા પકડાય છે. ઘણા તો ત્યાં ભીખ પણ માંગવા લાગે છે. આ ઉપરાંત ગલ્ફ કંપનીઓ પણ પાકિસ્તાની વર્કર્સને કામ આપવા માટે રાજી નથી.