ભારત સાથે લડવા કૂદી પડેલા આતંકવાદી રાષ્ટ્ર પાકિસ્તાનની હાલત દિવસે-દિવસે કફોડી બનતી જાય છે. એક તરફ લશ્કરી મોરચે તે શક્તિશાળી ભારત સામે કોઈ કાળે પહોંચી વળે તેમ નથી તો આર્થિક રીતે પણ અતિશય પાયમાલ થઈ ગયું છે. યુદ્ધના કારણે હવે ગરીબી મેં આટા ગિલા જેવી હાલત થઈ છે. આ પરિસ્થિતિમાં હવે પાકિસ્તાને સત્તાવાર રીતે ભીખ માગવાની ચાલુ કેર છે, એ પણ જાહેરમાં.
Govt of Pakistan appeals to International Partners for more loans after heavy losses inflected by enemy. Amid escalating war and stocks crash, we urge international partners to help de-escalate. Nation urged to remain steadfast. @WorldBank #IndiaPakistanWar #PakistanZindabad
— Economic Affairs Division, Government of Pakistan (@eadgop) May 9, 2025
પાકિસ્તાન સરકારના ઇકોનોમિક અફેર્સ ડિવિઝન વિભાગ તરફથી એક્સ પર એક પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટમાં લખ્યું છે, ‘પાકિસ્તાન સરકાર આંતરરાષ્ટ્રીય સહયોગીઓને વિનંતી કરે છે કે અમને વધુ લૉન આપવામાં આવે, કારણ કે દુશ્મન દ્વારા બહુ નુકસાન કરવામાં આવ્યું છે.’
આગળ લખ્યું કે, “એક તરફ યુદ્ધ આગળ વધી રહ્યું છે અને બીજી તરફ સ્ટોક્સ ક્રેશ થઈ રહ્યા છે ત્યારે અમે આંતરરાષ્ટ્રીય સહયોગીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ હવે અહીંથી ડી-એસ્ક્લેટ (યુદ્ધ ટાળવું, આગળ ન વધવું) કરવામાં મદદ કરે. દેશને મક્કમ રહેવા માટે અપીલ કરીએ છીએ.’ સાથે વર્લ્ડ બેન્કને પણ ટેગ કરવામાં આવી છે.
જોકે થોડી વાર પછી પાકિસ્તાન સરકારના એક ફેક્ટચેકિંગ યુનિટે એક પોસ્ટ કરીને ઇકોનોમિક અફેર્સ ડિવિઝનનું અકાઉન્ટ હૅક થયું હોવાનું બહાનું કાઢ્યું. રસપ્રદ બાબત એ પણ છે કે આવા દાવા પછી પણ મૂળ પોસ્ટ યથાવત છે. લોકો પૂછી રહ્યા છે કે હૅક થયું હોય અને તેની જાણ પાકિસ્તાનની સરકારને થઈ ગઈ હોય તો પોસ્ટ કેમ હટાવવામાં આવી નથી? લોકો કહી રહ્યા છે કે પાકિસ્તાનીઓ ભીખ માગીને હવે બહાનાંબાજી પર ઉતર્યા છે.