સમાચાર સામે આવી રહ્યા છે કે, પાડોશી આતંકી દેશ પાકિસ્તાને ફરી અવળચંડાઈ કરવાના પ્રયાસ કર્યા છે. ભારતે ઑપરેશન સિંદૂરનો ભાગ દ્વિતીય પાર પાડ્યા બાદ પાકિસ્તાન તરફથી ભારતના વિવિધ શહેરોને ટાર્ગેટ કરીને હમાસની પદ્ધતિ મુજબ મિસાઈલો છોડવામાં આવી હતી. ભારતના એર ડિફેન્સ સિસ્ટમે તમામ મિસાઈલોને હવામાં જ તોડી પાડી છે. આ સાથે જ પાકિસ્તાની ડ્રોનને પણ હવામાં જ તોડી પડાયા છે. વધુમાં પાકિસ્તાની વાયુસેનાના F-16 જેટ સહિત ત્રણ જેટને પણ ધ્વસ્ત કરી દેવાયા છે.
*VERIFIED* 🚨
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 8, 2025
8 Missiles from Pakistan directed at Satwari, Samba, RS Pura & Arnia.
*ALL Intercepted/blocked by Air Defence Units*
*VISUALS:* Visuals over Jammu remind of exactly HAMAS style attack on Israel.
Llike multiple cheap rockets.
*ASSESMENT:* Pak Army operating &…
માહિતી અનુસાર, પાકિસ્તાને 8 મિસાઈલો ભારત તરફ છોડી હતી. તે તમામ મિસાઈલોને સતવારી, સાંબા, RS પુરા અને અરનિયા તરફ ગાઈડ કરવામાં આવી હતી. પરંતુ ભારતના એર ડિફેન્સ યુનિટે તમામ મિસાઈલોને બ્લોક કરી નાખી હતી અને તમામને તોડી પાડી હતી. જમ્મુમાં કરાયેલા આ મિસાઈલ હુમલાની પદ્ધતિ હમાસની પદ્ધતિ જેવી જોવા મળી હતી.
આ સાથે એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા કચ્છના સીર ક્રિકમાં એક પાકિસ્તાની ડ્રોન પણ તોડી પાડવામાં આવ્યું છે. તે સિવાયના ડ્રોન પણ હવામાં જ ઉડાવી દેવાયા છે. વધુમાં પાકિસ્તાની એરફોર્સના F-16 સહિત ત્રણ જેટને પણ ધ્વસ્ત કરાયા છે. માહિતી સામે આવી રહી છે કે, ભારતે S-400 સહિત ચાર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દીધા છે. પાકિસ્તાની સેના તરફથી કરવામાં આવેલા હમણાં સુધીના તમામ હુમલાઓ ભારતે નિષ્ફળ કર્યા છે.