Sunday, March 23, 2025
More

    પાકિસ્તાને અમેરિકાને સોંપ્યો ISIS આતંકી શરીફુલ્લાહ: 2021માં કાબુલ એરપોર્ટ પર કર્યો હતો સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ, 13 US સૈનિકોનો ગયો હતો જીવ

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) મંગળવારે (4 માર્ચ) કોંગ્રેસને જણાવ્યું હતું કે, પાકિસ્તાને (Pakistan) ISIS આતંકવાદી મોહમ્મદ શરીફુલ્લાહનો (ISIS Terrorist) હવાલો અમેરિકાને સોંપી દીધો છે. શરીફુલ્લાહ ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એરપોર્ટ પર થયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ છે. આ હુમલામાં 13 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. ISISની પાંખ ISKPએ આ હુમલાની જવાબદારી લીધી હતી.

    આ બૉમ્બ વિસ્ફોટને અમેરિકન ઇતિહાસની સૌથી શરમજનક ક્ષણોમાંની એક ગણાવતા ટ્રમ્પે કહ્યું કે, મોહમ્મદ શરીફુલ્લાહ હાલમાં “ન્યાય”નો સામનો કરવા માટે અમેરિકા આવી રહ્યો છે. તેમણે આ આતંકવાદીની ધરપકડ કરીને અમેરિકાને સોંપવા બદલ પાકિસ્તાન સરકારનો આભાર માન્યો છે. ટ્રમ્પે કહ્યું કે (બાયડન સરકાર દરમિયાન) અફઘાનિસ્તાનમાંથી યુએસ સૈનિકોની પરત ખેંચવાની પ્રક્રિયા ખૂબ જ ખરાબ રીતે હાથ ધરવામાં આવી હતી. આવું ક્યારેય ન થવું જોઈતું હતું.