પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં થયેલ હિંદુ વિરોધી હિંસા (Murshidabad Violence) મામલે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ હિંસા મામલે પાકિસ્તાન સાથે (Pakistan Connection) કનેક્શન બહાર આવી રહ્યું છે. અહેવાલ અનુસાર આ હિંસામાં ISI કે ISISનો હાથ હોઈ શકે છે. આ મામલે એજન્સીઓ તપાસ કરી રહી છે.
Zee ન્યુઝે તેના સુત્રોના હવાલે અહેવાલ આપ્યો હતો કે મુર્શિદાબાદ હિંસા પાછળ પાકિસ્તાનનું કનેક્શન હોઈ શકે છે. મુર્શિદાબાદમાં ‘ઇસ્લામિક સ્ટેટ ઓફ બંગાલ’ લખેલા પરચા મળી આવ્યા છે. આ પરચાઓ ઉર્દુમાં લખાયેલા હતા. ઉલ્લેખનીય છે કે આવા જ પરચા બાંગ્લાદેશમાં થયેલી હિંસા દરમિયાન પણ મળી આવ્યા હતા.
#BREAKING: बंगाल हिंसा पर सबसे बड़ा खुलासा, हिंसा का पाकिस्तानी कनेक्शन आया सामने..हिंसा के पीछे IS का हाथ- सूत्र#Murshidabad #WestBengal | @Chandans_live @thakur_shivangi pic.twitter.com/sgMgyxFTbl
— Zee News (@ZeeNews) April 15, 2025
એજન્સીઓ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ઘટનામાં ISI કે ISISના સ્લીપર સેલનો હાથ હોઈ શકે છે. Zee ન્યુઝના અહેવાલ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે પરચાઓના આધારે હિંદુ વિરોધી હિંસા ભડકાવવામાં આવી હતી.