Saturday, May 17, 2025
More

    ન સુધર્યું આતંકવાદી પાકિસ્તાન, જમ્મુ શહેર પર હુમલો કરવા મોકલ્યાં ડ્રોન: નષ્ટ કરવા સેનાની એર ડિફેન્સ સિસ્ટમ કામે વળગી, શહેરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ

    પાડોશી આતંકવાદી રાષ્ટ્ર પાકિસ્તાને ફરી અવળચંડાઈ કરીને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. ગુરુવારે (8 મે) રાત્રે જમ્મુ શહેર પર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યાં, જેને એર ડિફેન્સ સિસ્ટમથી નષ્ટ કરવામાં આવી રહ્યાં છે. 

    સોશિયલ મીડિયા પર અમુક વિડીયો સામે આવ્યા છે, જેમાં જમ્મુ શહેર પર ડ્રોન ઉડતાં જોવા મળે છે. પાકિસ્તાન પ્રેરિત આ ડ્રોન એક પછી એક નષ્ટ કરવામાં આવી રહ્યાં છે. ભારતની એર ડિફેન્સ સિસ્ટમ કામે લાગી છે. 

    પાકિસ્તાને એરપોર્ટ પર પણ મિસાઈલ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

    સ્થાનિક સૂત્રોએ શહેર પર ડ્રોન ઉડી રહ્યાં હોવાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે મુખ્ય શહેરમાં ઘણાં ડ્રોન જોવા મળી રહ્યાં છે. 

    પરિસ્થિતિને જોતાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો છે. સાયરન વગાડી દેવામાં આવ્યાં છે અને લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. બીજી તરફ LoC અને સરહદ પર પણ પાકિસ્તાન ગોળીબાર કરીને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.