Sunday, June 22, 2025
More

    પહલગામમાં જ્યાં ઇસ્લામિક આતંકવાદીઓએ હિંદુઓને ધર્મ પૂછીને માર્યા, તે સ્થળનું નામ બદલીને કરી દો ‘શહીદ હિંદુ ઘાટી પર્યટન સ્થળ’!: PIL ફગાવતા હાઇકોર્ટે કહ્યું- રાજ્ય સરકાર પાસે જાવ

    પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે મંગળવારના (20 મે, 2025) રોજ પહલગામ આતંકવાદી હુમલાના (Pahalgam Terror Attack) પીડિતોને ‘શહીદ’ દરજ્જો આપવાની માંગ કરતી જાહેર હિતની અરજને (PIL) ફગાવી દીધી છે. વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં હુમલાના સ્થળને ‘શહીદ હિંદુ ઘાટી પર્યટન સ્થળ’ (Shaheed Hindu Valley Tourist Place) તરીકે જાહેર કરવા માટે નિર્દેશોની પણ માંગ કરવામાં આવી હતી.

    મુખ્ય ન્યાયાધીશ શીલ નાગુ અને ન્યાયાધીશ સુમિત ગોયલની બેન્ચે કહ્યું કે આ મામલો સરકારના નીતિ કાર્યક્ષેત્રમાં આવે છે અને કોર્ટ તેમાં દખલ કરી શકે નહીં. કોર્ટે કહ્યું કે કોઈ સ્થળને સ્મારક તરીકે જાહેર કરવું કે મૃતકોને શહીદનો દરજ્જો આપવો એ રાજ્ય સરકારનો નીતિગત નિર્ણય છે.

    રાજ્ય સરકાર સમક્ષ કરો માંગ

    કોર્ટે અરજદારને રાજ્ય સરકાર સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરવાની મંજૂરી આપી, જેના પર સરકાર શક્ય તેટલી વહેલી તકે કાયદા મુજબ વિચાર કરશે. હાલ કોર્ટે આ અરજીનો નિકાલ કર્યો છે.

    ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા, ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે.