Friday, December 6, 2024
More

    ‘240 બેઠકો પછી પણ મોદી સરકારના વલણમાં કોઈ ફેરફાર નહીં, એટલી જ મજબૂત જેટલી 303 વખતે હતી’: કોંગ્રેસ નેતા ચિદમ્બરમનો વિડીયો વાયરલ

    કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમનો (P Chidambaram) એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહે છે કે મોદી સરકાર (Modi Government) 240 બેઠકો જીત્યા બાદ પણે એટલી જ મજબૂત છે, જેટલી 303 બેઠકો સાથે હતી અને સરકારનાં વલણમાં કોઈ ફેરફાર આવ્યો નથી. 

    એક કાર્યક્રમમાં બોલતી વખતે ચિદમ્બરમે કહ્યું, “જ્યાં સુધી મોદી કે તેમની સરકારની વાત છે, 240 બેઠકો જીત્યા પછી પણ તેમના વલણમાં કોઈ ફેરફાર આવ્યો નથી, જે સ્થિતિ 303 જીત્યા બાદ હતી. 240 અને 303 બંને સમાન આંકડા છે. તેઓ ચૂંટણી જીતી ગયા અને ત્રીજી વખત સરકાર બનાવી. તેમના વલણમાં કોઈ ફેરફાર આવ્યો નથી. 

    તેઓ આગળ કહે છે કે, “આપણે એવા ભ્રમમાં હતા કે લોકસભા ચૂંટણીમાં 240 બેઠકોથી એક મોટો ફેર પડશે. પરંતુ હું જોઉં છું ત્યાં સુધી 240 પહેલાં કે પછી કોઈ મોટો ફેર પડ્યો નથી. દેશ એ જ રીતે ચાલે છે.”

    ચિદમ્બરમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણામંત્રી પણ રહી ચૂક્યા છે.