Monday, March 17, 2025
More

    ઓવૈસી અને કોંગ્રેસી સીએમ સાથે મળીને કરી રહ્યા છે હુમલો, પરંતુ અલ્લુ અર્જુને ભણાવ્યો શિષ્ટાચારનો પાઠ: ચાહકોને કહ્યું- અપશબ્દો ન બોલો, આ લોકોને બગાડવી છે મારી છબી

    ‘પુષ્પા 2’ના સ્ક્રિનિંગ (screening of Pushpa-2) દરમિયાન નાસભાગમાં (stampede) એક મહિલાના મોતને લઈને તેલંગાણાના કોંગ્રેસના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી (Revanth Reddy) અભિનેતા અલ્લુ અર્જુન (Allu Arjun) પર પ્રહાર કરી રહ્યા છે. તેમને હૈદરાબાદના (Hyderabad) સાંસદ અસદુદ્દીન ઓવૈસીનું (Asaduddin Owaisi) સમર્થન પણ મળી રહ્યું છે. પરંતુ અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના ચાહકોને ગાળા-ગાળી ન કરવાની અપીલ કરી છે.

    આ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું હતું કે કેટલાક લોકો તેના ચારિત્ર્યને કલંકિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મામલામાં અલ્લુ અર્જુન વિરુદ્ધ દોષિત હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

    આ પછી અલ્લુ અર્જુને પણ તેના ચાહકોને સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યક્ત કરતી વખતે અપશબ્દોનો ઉપયોગ ન કરવાની અપીલ કરી હતી. અલ્લુ અર્જુને પોસ્ટમાં લખ્યું, “જો કોઈ વ્યક્તિ મારા ફેન હોવાનો દાવો કરીને ફેક પ્રોફાઈલ સાથે સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ કરે છે, તો તેની સામે ચોક્કસપણે જરૂરી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. હું મારા ચાહકોને વિનંતી કરું છું કે આવી પોસ્ટ પર પ્રતિક્રિયા ન આપો અને તેનો ભાગ ન બનો.”