Tuesday, June 24, 2025
More

    પાકિસ્તાને છોડી હતી ‘સુવર્ણ મંદિર’ પર મિસાઇલ, ‘શાહીન’થી બનાવ્યું હતું દિલ્હીને નિશાન: ભારતીય સેનાએ વિડીયો દ્વારા બતાવ્યું સત્ય

    ઑપરેશન સિંદૂરથી (Operation Sindoor) ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને ભારતની રાજધાની દિલ્હી અને અમૃતસરના સુવર્ણ મંદિરને (Golden Temple) મિસાઇલોથી (Pakistan Missiles) નિશાન બનાવ્યા હતા. આ માટે તેણે શાહીન, ફતહ, ચીની મિસાઇલ PL-70Eનો ઉપયોગ કર્યો, પરંતુ ભારતે તેમને આકાશમાં જે તોડી પાડ્યા.

    સોમવારે (19 મે, 2025) સેનાએ આકાશ મિસાઇલ સિસ્ટમ અને L-70 એર ડિફેન્સ ગન દ્વારા આ હુમલાઓને કેવી રીતે અટકાવ્યા તેનું પ્રદર્શન કર્યું. દિલ્હી તરફ છોડવામાં આવેલી મિસાઇલો સિરસા નજીક નાશ પામી હતી, જેના અવશેષો ગ્રામજનોને મળી આવ્યા હતા.

    જનરલ કાર્તિક સી. શેષાદ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની હુમલા પહેલા પણ સેનાએ સુવર્ણ મંદિરને આધુનિક શસ્ત્રોથી સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. 8 મેના રોજ પાકિસ્તાને ડ્રોન અને લાંબા અંતરની મિસાઇલોથી હુમલો કર્યો, પરંતુ બધાને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ ‘ઑપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું હતું.