Sunday, June 22, 2025
More

    ‘યાદ રહે, ઑપરેશન સિંદૂર પત્યું નથી… હજુ ઘણું બાકી છે…’: ભારતીય સેનાની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું- ભારતના પ્રભાવી નેતૃત્વ અને સૈન્યબળનો સામનો કરવાની નથી હેસિયત

    ભારતીય સેનાના (Indian Army) અધિકારીએ ફરી એક વખત પાકિસ્તાનને (Pakistan) ચેતવણી (Warning) આપી છે. અમૃતસરમાં મેજર જનરલ કાર્તિક સી શેષાદ્રીએ (જનરલ ઓફિસર કમાન્ડિંગ- 15 ફેક્ટરી ડિવિઝન) ચેતવણી આપવતા કહ્યું છે કે, પાકિસ્તાન કોઈપણ દુસ્સાહસમાં સામેલ ન થાય કારણ કે, ઑપરેશન સિંદૂર (Operation Sindoor) માત્ર સ્થગિત થયું છે, પૂરું નથી થયું. ઑપરેશન સિંદૂર હજુ બાકી છે.

    તેમણે કહ્યું કે, “તાડ રહે ઑપરેશન સિંદૂર માત્ર સ્થગિત થયું છે, ખતમ નથી થયું. તેનું વિકરાળ સ્વરૂપ હજુ બાકી છે. ઘાતક હિંસા સાથે તેની પૂર્ણ અભિવ્યક્તિ હજુ પણ બાકી છે. ” તેમણે વધુમાં એવું પણ કહ્યું છે કે, ભારતના પ્રભાવી નેતૃત્વ, સક્ષમ કૂટનીતિ, આર્થિક શક્તિ અને સૈન્યબળનો સામનો કરવાની પાકિસ્તાનની હેસિયત નથી.

    તેમણે ચેતવણી આપતા કહ્યું કે, “પાકિસ્તાની સેના કોઈ દુસ્સાહસ કરશે તો સંપૂર્ણપણે ખતમ થઈ શકે છે. કારણ કે, ભારતીય સેના તેની બધી ખામીઓથી વાકેફ છે.” આ સાથે જ તેમણે ભારતીય સેનાના આધુનિકીકરણ વિશે પણ વાત કરી હતી અને દેશના શસ્ત્રો વિશેની માહિતી પણ આપી હતી.