દિલ્હીના (Delhi) બે ડોકટરો (Doctors) અને સંબંધિત હોસ્પિટલને (Hospital) રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અને ફરિયાદ નિવારણ આયોગે એક કરોડનું વળતર (compensation) ચૂકવવાનો ચુકાદો આપ્યો છે. આ નિર્ણય પર હવે સુપ્રીમ કોર્ટે પણ મહોર લગાવી દીધી છે. ઘટના એવી હતી કે, ડોકટરોએ જમણા પગની જગ્યાએ ડાબા પગનું ઓપરેશન કરી નાખ્યું હતું. જેના કારણે હવે ઓપરેશન કરનાર ડોકટરો અને હોસ્પિટલે ₹1.20 લાખનું વળતર આપવું પડશે.
સુપ્રીમ કોર્ટે આ કેસને લઈને કહ્યું છે કે, ગ્રાહક સુરક્ષા અને ફરિયાદ નિવારણ આયોગના આદેશમાં કોઈ ક્ષતિ નથી. આદેશ અનુસાર, હોસ્પિટલ ₹90 લાખ અને ઓપરેશન કરનારા તથા સુપરવીઝન કરનારા ડોકટરો 10-10 લાખનું વળતર આપશે.
પીડિત વ્યક્તિની અરજી અને રાષ્ટ્રીય ગ્રાહક અદાલતના નિર્ણયને પડકાર આપીને ડોકટરોએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જસ્ટિસ પામિદીઘંટમ નરસિમ્હા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે ગ્રાહક અદાલતના નિર્ણયને માન્ય રાખ્યો છે.