Tuesday, June 24, 2025
More

    ‘ઑપરેશન સિંદૂર સંકલ્પ, સાહસ અને બદલાતા ભારતની તસવીર’: ‘મન કી બાત’માં PM મોદી, ધ્વસ્ત થયેલા આતંકી ઠેકાણાંના બતાવ્યા ફોટા

    PM મોદીએ રવિવારે (25 મે, 2025) પોતાના રેડિયો શો ‘મન કી બાત’ના 122મા એપિસોડને સંબોધિત કર્યો છે. ઑપરેશન સિંદૂર સફળ થયા બાદ પ્રથમ વખત તેમણે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો છે. આ દરમિયાન તેમણે ઑપરેશન સિંદૂર અને સૈન્યના પરાક્રમની વાત પણ કરી હતી. વધુમાં તેમણે આતંકી ઠેકાણાંને ધ્વસ્ત કર્યા સમયની તસવીરો પણ દેશની જનતાને બતાવી હતી.

    તેમણે કહ્યું કે, “ઑપરેશન સિંદૂર માત્ર એક સૈન્ય મિશન નથી, આ આપણાં સંકલ્પ, સાહસ અને બદલાતા ભારતની તસવીર છે અને આ તસવીરે આખા દેશને દેશભક્તિના ભાવમાં રંગી નાખ્યો છે. આ તસવીરે આખા દેશને તિરંગામાં રંગી નાખ્યો છે. તેમણે કહ્યું કે, આજે આખો દેશ આતંકવાદ વિરુદ્ધ એકજુટ છે.”

    વધુમાં તેમણે ઉમેર્યું કે, “આપણી સેનાએ જે સટીકતા સાથે સરહદ પાર આતંકી ઠેકાણાંને નષ્ટ કર્યા, તે અસાધારણ કાર્ય છે.” આ ઉપરાંત તેમણે નષ્ટ થયેલા આતંકી ઠેકાણાંની તસવીરો પણ શેર કરી હતી. તે સેટેલાઈટ ફોટામાં જોઈ શકાય છે કે, પાકિસ્તાન અને POKમાં આતંકી ઠેકાણાંને સટીકતા સાથે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા.