Monday, June 23, 2025
More

    નક્સલવાદ વિરુદ્ધ ભારતીય સુરક્ષાબળોને વધુ એક સફળતા: છત્તીસગઢમાં માર્યો ગયો વધુ એક નક્સલી, માથે હતું ₹40 લાખનું ઇનામ

    નક્સલવાદીઓ વિરુદ્ધ ચાલતા અભિયાનમાં (operation against Naxalites) સુરક્ષાબળોને વધુ એક મોટી સફળતા મળી છે. પ્રતિબંધિત જૂથ CPI માઓવાદીના (CPI Maoist) કેન્દ્રીય સમિતિના એક સભ્ય અને નક્સલી સુધારકર (Sudharkar, Gautam) ઉર્ફે ગૌતમને ઠાર કરવામાં આવ્યો છે. તેના માથે ₹40 લાખનું ઇનામ ઘોષિત કરવામાં આવ્યું હતું. 

    સ્પેશિયલ ઇનપુટના આધારે સુરક્ષાબળોએ એક ઑપરેશન હાથ ધર્યું હતું, જેમાં નક્સલી માર્યો ગયો. તેની પાસેથી AK-47 રાઇફલ, મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને અન્ય હથિયારો મળી આવ્યાં છે. ઑપરેશન છત્તીસગઢ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ, ડિસ્ટ્રીક્ટ રિઝર્વ ગાર્ડ તેમજ કમાન્ડો બટાલિયન ફૉર રિઝોલ્યૂટ એક્શન– CRPFની જે એક શાખા છે) દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવ્યું હતું. 

    હાલ પણ સુરક્ષાબળો સતત ઑપરેશનો ચલાવી રહ્યાં છે. 

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ છત્તીસગઢમાં CPI (માઓવાદી)નો ટોપ કમાન્ડર બસવ રાજુ માર્યો ગયો હતો. નક્સલવાદી ચળવળ જે થોડાઘણા પ્રમાણમાં સીમિત રહી ગઈ છે, તેનું મુખ્ય સંચાલન બસવ રાજુ અને તેના સાથીઓ જ કરતા હતા. તેના માર્યા જવાથી નક્સલવાદ પર એક મોટો પ્રહાર થયો છે અને 2026 સુધીમાં ખતમ કરી નાખવામાં મોદી સરકારના સંકલ્પને વધુ બળ મળ્યું છે. 

    એક પછી એક સુરક્ષાબળો છત્તીસગઢમાંથી નક્સલવાદીઓનો સફાયો કરી રહ્યા છે.