Tuesday, May 20, 2025
More

    પાકિસ્તાનનું વધુ એક ફાઈટર જેટ તોડી પડાયું, કુલ આંકડો 4 પર પહોંચ્યો

    ભારતીય સેનાએ પાકિસ્તાનનું વધુ એક ફાઈટર જેટ તોડી પાડ્યું છે. જેની સાથે આંકડો ચાર પર પહોંચી ચૂક્યો છે. 

    જાણકારી અનુસાર, પઠાણકોટ સેક્ટરમાં પાકિસ્તાની એરફોર્સનું આ ફાઈટર જેટ ધ્વસ્ત કરવામાં આવ્યું. ભારતીય એર ડિફેન્સ સિસ્ટમની અડફેટે ચડી જતાં વિમાન તોડી પડાયું હતું. 

    આ પહેલાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે ત્રણ પાકિસ્તાની જેટ તોડી પાડ્યાં હતાં, જેમાંથી એક F-16 ફાઈટર જેટ પણ સામેલ હતું. હવે વધુ એક તોડી પાડવામાં આવ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે ગુરુવારે (8 મે) પાકિસ્તાને જમ્મુ શહેર પર ડ્રોન અને મિસાઇલો વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સુરક્ષાબળો અને એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવી દીધો હતો.