Tuesday, April 22, 2025
More

    પુલવામા હુમલામાં વીરગતિ પામેલા જવાનની દીકરીનાં લગ્નમાં ‘મામા’ તરીકે હાજર રહ્યા લોકસભા સ્પીકર ઓમ બિરલા, નિભાવી મામેરાની પરંપરા: 6 વર્ષ પહેલાં આપેલું વચન નિભાવ્યું

    પુલવામા હુમલામાં બલિદાન પામેલ કોટાના CRPF જવાનની દીકરીના લગ્નમાં મામેરાની પરંપરા નિભાવવામાં આવી હતી. આ પરંપરામાં ખાસ એ હતું કે, લોકસભા સ્પીકર અને ભાજપ નેતા ઓમ બિરલા એક મામા તરીકે જોડાયા હતા. તેમણે મામા તરીકે મામેરાની તમામ રસમ પણ નિભાવી હતી. વિરગતની દીકરીએ ઓમ બિરલાને તિલક કરીને તેમનું સ્વાગત કર્યું હતું.

    વાસ્તવમાં 6 વર્ષ પહેલાં થયેલા પુલવામા હુમલામાં સાંગોદના CRPF જવાન હેમરાજ મીણા બલિદાન પામ્યા હતા. તે દરમિયાન વિરગતને નમન કરવા પહોંચેલા ઓમ બિરલાએ વીરાંગનાને દીકરીના લગ્નમાં મામા તરીકેને જવાબદારી નિભાવવાનું વચન આપ્યું હતું. 11 એપ્રિલના રોજ ભાતના પ્રોગ્રામમાં બિરલા પહોંચ્યા હતા.

    તેમણે વીરાંગના મધુબાલા મીણાને માયરો પહેરાવ્યો હતો અને રીતિ-રિવાજ અનુસાર ચુંદડી પણ ઓઢાડી હતી. બહેને બિરલાને તિલક લગાવ્યું હતું અને તેમની આરતી પણ ઉતારી હતી. બિરલાએ વિરગત હેમરાજ મીણાને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. આ દરમિયાન પરિવારના તમામ સભ્યો ભાવુક પણ થયા હતા.

    નોંધનીય છે કે, ઓમ બિરલાએ પરિવારને તમામ સુખ, દુઃખમાં સાથે રહેવાનું વચન આપ્યું હતું. વિરગતના પત્ની વિરવધુ તેમને 6 વર્ષથી રાખડી પણ બાંધતા હતા અને બિરલા પણ પરિવારનું તમામ ધ્યાન રાખતા હતા. હવે જ્યારે દીકરીના લગ્ન આવી રહ્યા છે, ત્યારે તેમણે મામા તરીકેની તમામ જવાબદારી પણ નિભાવી છે.