Sunday, June 22, 2025
More

    ‘રામાયણ’માં જીવતા ડુક્કરને માર્યું, પછી સ્ટેજ પર બેસીને ખાધું: થિયેટર માલિક, રાક્ષસની ભૂમિકા ભજવનાર કલાકાર સહિત 4ની ધરપકડ

    ઓડિશાના (Odisha) ગંજમ જિલ્લાના ચિકલી ગામમાં રામાયણના (Ramayan) મંચન દરમિયાન, રાક્ષસની ભૂમિકા ભજવી રહેલા એક અભિનેતાએ સ્ટેજ પર એક જીવતા ડુક્કરને મારી નાખ્યું અને તેનું કાચું માંસ ખાધું. 24 નવેમ્બર 2024ના રોજ થયેલા આ નાટકનો વિડીયો વાયરલ થયા બાદ અને પ્રેક્ષકોએ વિરોધ કર્યો, પોલીસે થિયેટરના માલિક નારાયણ સ્વીન અને અભિનેતા બિંબધર ગૌડાની ધરપકડ કરી છે.

    આ ઘટનામાં સામેલ અન્ય બે કલાકારો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં ઝેરી સાપ સાથે રમતા બતાવવામાં આવ્યા હતા. પોલીસે તેમની સામે એનિમલ ક્રુઅલ્ટી એક્ટ હેઠળ (Animal Cruelty Act) ગુનો દાખલ કર્યો છે.

    આ નાટકમાં, રામાયણ કાળના રાક્ષસોની બર્બરતા બતાવવા માટે, એક જીવંત ભૂંડને ઊંધો લટકાવીને પ્રેક્ષકોની સામે મારી નાખવામાં આવ્યો હતો. આટલું જ નહીં, તેના શરીરના અંગો પણ અભિનેતાએ દર્શકોની સામે કાચા ખાધા હતા.