Tuesday, March 18, 2025
More

    મેડિકલના વિદ્યાર્થીઓ માટે NTAની મોટી જાહેરાત: NEET UG પરીક્ષા હવે પેન-પેપર પદ્ધત્તિથી જ યોજાશે, એક જ શિફ્ટમાં લેવાશે એક્જામ

    ગત વર્ષે NEET પરીક્ષામાં થયેલ પેપર લીક (Paper Leak) બાદ કેન્દ્ર સરકારે એકબાદ એક વિદ્યાર્થીલક્ષી નિર્ણયો લઈને ફરી આવું ના થાય એ દિશામાં પગલાં લીધા છે. આ જ શ્રેણીમાં હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (NTA) જાહેરાત કરી છે કે આગામી પરીક્ષાઓ ઓનલાઈનની જગ્યાએ પેન-પેપર (Pen Paper Mode) મોડથી લેવાશે.

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ વર્ષે જેઓ NEET UG પરીક્ષા આપવાના છે તેમને ઓફલાઇન પેન અને પેન-પેપર મોડમાં જ પરીક્ષા આપવી પડશે. સત્તાવાર સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, “નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા નક્કી કરાયેલા નિર્ણય મુજબ, NEET (UG) 2025 એક દિવસ અને એક જ શિફ્ટમાં પેન અને પેપર મોડમાં (OMR આધારિત) લેવામાં આવશે.”

    આ પહેલા NTAએ NEET UG નોંધણી અને પરીક્ષા પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે કેટલાક મોટા ફેરફારોની જાહેરાત કરી હતી. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા નિર્દેશો અનુસાર, પારદર્શિતા, સુરક્ષા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.