દેશના અનેક વિસ્તારોમાં ચૂંટણીનો (Election) માહોલ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ માટેની તૈયારીઓ ચાલી રહી છે તો ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) નવ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી (By Election) યોજાઈ રહી છે. તેવામાં હવે સમાજવાદી પાર્ટીએ (Samajwadi Party) ચૂંટણી પંચને (Election Commision) પત્ર લખીને મતદાન દરમિયાન મુસ્લિમ મહિલાઓના (Muslim Women) બુરખા (Burqa) પહેરવાને લઈને માંગણી કરી છે.
સમાજવાદી પાર્ટીએ આધિકારિક રીતે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે અને મુસ્લિમ મહિલાઓનો બુરખો ન હટાવવા માટેની માંગણી કરી છે. સમાજવાદી પાર્ટીએ કહ્યું છે કે, મુસ્લિમ મહિલાઓ મત આપવા માટે આવે ત્યારે તેમના બુરખા હટાવીને તપાસ કરવામાં ન આવવી જોઈએ. સમાજવાદી પાર્ટીએ આ કાયદાકીય કાર્યવાહીને મુસ્લિમ મહિલાઓને ભયભીત કરનારી ગણાવી છે.
સમાજવાદી પાર્ટીએ કહ્યું છે કે, “બુરખો હટાવવાને લઈને મુસ્લિમ મહિલાઓ ભયભીત થઈ ગઈ છે. જેના કારણે તેઓ મતદાન કરી શકતી નથી.” આ ઉપરાંત પત્રમાં ચૂંટણી પંચને સલાહ પણ આપવામાં આવી છે. સમાજવાદી પાર્ટીએ કહ્યું છે કે, મતદાન દરમિયાન માત્ર ID કાર્ડ જ ચેક કરવામાં આવવા જોઈએ.