Tuesday, March 25, 2025
More

    ‘દિલ્હીમાં એક પણ ઝૂંપડપટ્ટી નહીં તોડાય’- પીએમ મોદીએ કરી જાહેરાત: કહ્યું- AAP અફવાઓ ફેલાવી રહી છે, ભાજપને આપો સેવા કરવાની તક

    દિલ્હી વિધાનસભાની (Delhi Assembly Elections) 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન છે. તે પહેલાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં છે. 2 ફેબ્રુઆરી, 2025ના રોજ આરકે પુરમમાં ‘સંકલ્પ રેલી’ને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું હતું કે એક પણ ઝૂંપડપટ્ટી (slum) તોડી પાડવામાં આવશે નહીં. તેમણે આમ આદમી પાર્ટી (AAP) પર આ મામલે અફવાઓ ફેલાવવાનો આરોપ લગાવ્યો.

    પીએમ મોદીએ આ જાહેરાત પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દાવાને ફગાવી દેતા કરી હતી, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે જો ભાજપ સરકાર બનાવશે તો બધી ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવશે. ભાજપની તરફેણમાં મતોની અપીલ કરતી વખતે, પીએમએ કહ્યું, “દિલ્હીમાં એક પણ ઝૂંપડપટ્ટી તોડી પાડવામાં આવશે નહીં. કોઈ પણ જન કલ્યાણકારી યોજના બંધ કરવામાં આવશે નહીં. ભાજપ, AAPની જેમ, ફક્ત જાહેરાતો માટે જ જાહેરાતો કરતું નથી, પરંતુ બજેટમાં તેમના માટે વ્યવસ્થા પણ કરે છે.”