નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં (Norway Chess Tournament) ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશે (D Gukesh) વિશ્વના નંબર વન ખેલાડી અને 5 વાર વર્લ્ડ ચેમ્પિયન રહેલા મેગ્નસ કાર્લસનને (Magnus Carlsen) હરાવીને ઈતિહાસ રચી દીધો છે. આ મેચ દરમિયાન કાર્લસનનો ગુસ્સો અને ગુકેશની શાનદાર ચાલ ચર્ચાનો વિષય બની રહી છે.
અહેવાલ અનુસાર આ મેચમાં ગુકેશે શાનદાર રણનીતિ સાથે કાર્લસનને માત આપી છે. ગુકેશે રમતમાં એવી ચાલ ચાલી કે કાર્લસન દબાણમાં ભૂલ કરી બેસ્યો અને હારી ગયો. આ મેચ પછીનો કાર્લસનની પ્રતિક્રિયાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વાસ્તવમાં હાર બાદ કાર્લસને હારની નિરાશામાં ટેબલ પર હાથ પછાડીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત મીડિયા સામે હાજર થવાનું પણ ટાળ્યું હતું. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
गुकेश से हारने के बाद टेबल पर हाथ पटकता वर्ल्ड नंबर 1
— NDTV India (@ndtvindia) June 2, 2025
नॉर्वे चेस टूर्नामेंट में डी गुकेश ने मैग्नस कार्लसन को दी मात, हारने के बाद झल्लाकर टेबल पर हाथ पटकते दिखे #NorwayChess2025 | #Gukesh pic.twitter.com/8EK13rxdZk
ઉલ્લેખનીય છે કે કાર્લસને ગયા અઠવાડિયે જ નોર્વે ચેસ 2025માં ગુકેશને હરાવ્યો હતો. ત્યાર પછી તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું, “તમે રાજા પાસે આવો છો, તમારે ચૂકવું ન જોઈએ.” ત્યારે હવે હાર બાદ કાર્લસનની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
17 વર્ષની ઉંમરે ડી. ગુકેશે વિશ્વ ચેસમાં પોતાનું નામ રોશન કર્યું છે. આ જીતે તેમને વિશ્વ ચેમ્પિયનશિપના દાવેદાર તરીકે વધુ મજબૂત બનાવ્યા છે. ગુકેશે આ પહેલા પણ કાર્લસન સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ આ વખતની જીત ખાસ હતી કારણ કે તેમણે વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીને તેના જ ઘરઆંગણે હરાવ્યો.