જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદીઓ દ્વારા ફરી એક શ્રમિકની હત્યા (Murder) કરી નાખવામાં આવી છે. મૂળ બિહારના આ વ્યક્તિની શોપિયાં વિસ્તારમાં હત્યા કરવામાં આવી હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી બાદ નવી સરકારની રચના પછી આ પ્રકારની પ્રથમ ઘટના છે. હાલ કાશ્મીર પોલીસે તપાસ શરૂ કરી છે.
શુક્રવારે (18 ઑક્ટોબર) સ્થાનિકોએ રસ્તાની બાજુમાં એક વ્યક્તિનો મૃતદેહ પડેલો જોયો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં મૃત ઘોષિત કરવામાં આવ્યા. મૃતક વ્યક્તિની ઓળખ અશોક ચવ્હાણ તરીકે થઈ છે.
મૃતકનું મૃત્યુ ગોળી વાગવાથી થયું હોવાની પોલીસે પુષ્ટિ કરી છે. હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. જવાબદાર આતંકવાદીઓ વિશે વધુ જાણકારી મળી શકી નથી.
નોંધવું જોઈએ કે કાશ્મીરમાં આતંકવાદીઓએ આ રીતે બિનનિવાસી શ્રમિકોને ટાર્ગેટ કરવાની આ પ્રથમ ઘટના નથી. આ પહેલાં ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે જેમાં આ જ પેટર્નથી ઇસ્લામી આતંકીઓએ હિંદુ શ્રમિકોને નિશાન બનાવ્યા હોય.