Monday, July 14, 2025
More

    ટૂ વ્હીલર ચાલકો પાસેથી નહીં વસૂલાય ટોલ: હાઇવે ઓથોરિટીએ દાવા ફગાવીને કરી સ્પષ્ટતા 

    તાજેતરમાં અમુક મીડિયા અહેવાલોમાં દાવો કરીને કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર હવે ટૂ વ્હીલરને પણ ટોલ ટેક્સમાં સમાવશે અને ટૂ વ્હીલર ચાલકો પાસેથી પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. આવા અહેવાલો અને દાવાઓને નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. 

    NHAIએ એક સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, આ મીડિયા અહેવાલો સદંતર ખોટા છે અને આવા કોઈ પ્રસ્તાવ પર વિચારણા ચાલી રહી નથી. ટૂ વ્હીલર ચાલકો પાસેથી ટોલ વસૂલવાનો કોઈ ઇરાદો નથી તેવી ચોખવટ કરવી પડી હતી. 

    હાઇવે ઓથોરિટીના એક્સ હેન્ડલ પરથી જણાવવામાં આવ્યું કે, મીડિયાના અમુક વર્ગમાં એવા અહેવાલો ચાલી રહ્યા છે કે ભારત સરકાર ટૂ વ્હીલર ચાલકો પાસેથી પણ ફી વસૂલવા વિચારી રહી છે. NHAI એ સ્પષ્ટતા કરવા માંગે છે કે આવી કોઈ વિચારણા નથી. ટૂ વ્હીલર ચાલકો પાસેથી ટોલ લેવાનો કોઈ ઇરાદો નથી.”

    ત્યારબાદ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પણ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ટૂ વ્હીલર ચાલકોને જે ટોલમાંથી રાહત આપવામાં આવી છે તે ચાલુ જ રહેશે. ટોલ માત્ર ફોર વ્હીલર અને મોટાં વાહનો માટે જ છે.