Monday, June 23, 2025
More

    ‘યુદ્ધવિરામમાં કોઈ ત્રીજો પક્ષ સામેલ નથી, પાકિસ્તાને કર્યો હતો ભારતનો સંપર્ક’: NDA નેતાઓ સાથેની બેઠકમાં PM મોદી- રિપોર્ટ

    PM મોદીએ રવિવારે (25 મે) NDAના નેતાઓ સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી છે. તેવામાં હવે સૂત્રોને ટાંકીને અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન મોદીએ ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામને લઈને પણ મહત્વપૂર્ણ વાત કરી છે. માહિતી અનુસાર, તેમણે કહ્યું છે કે, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામમાં કોઈ ત્રીજો પક્ષ સામેલ નહોતો.

    સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે, વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષવિરામ પર કોઈ ત્રીજા પક્ષની ભાગીદારી નથી અને આ યુદ્ધવિરામ દ્વિપક્ષીય સહમતીથી બન્યો છે. આ પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર યુદ્ધવિરામનો શ્રેય લેવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. તેમણે અનેક વખત કહ્યું છે કે, તેમની સરકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું છે.

    NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથેની એક ઉચ્ચસ્તરીય બેઠકમાં PM મોદીએ ઑપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તે પાકિસ્તાન જ હતું, જેણે યુદ્ધવિરામ માટે ભારતનો સંપર્ક કર્યો હતો અને આ બાબતમાં કોઈપણ ત્રીજા પક્ષની ભાગીદારી નથી.