હાલ ગાંધીનગર ખાતે એકસાથે ઘણા આંદોલનો ચાલી રહ્યા છે. એમાંથી એક છે આરોગ્યકર્મીઓનું આંદોલન (Health workers’ protest). હવે આ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું (rushikesh Patel) નિવેદન સામે આવ્યું છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે હડતાળ પૂર્ણ થયા બાદ જ સરકાર તેમની સાથે ચર્ચા કરશે.
મીડિયા સાથે વાત કરતા પટેલે કહ્યું હતું, “હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને વિનંતી છે કે એક કે બે દિવસમાં ઝડપથી હડતાળ પૂરી કરી ફરજ પર પાછા ચડો. સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે. લોકોના આરોગ્ય સાથે ચેડા સાંખી લેવા સરકાર તૈયાર નથી.”
-આરોગ્ય કર્મચારીઓની હડતાળ મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન
— Gujarat First (@GujaratFirst) March 27, 2025
-પહેલા હડતાળ ખતમ કરો ત્યારબાદ ચર્ચા કરીશું:આરોગ્ય મંત્રી
-આરોગ્ય કર્મચારીઓની એક માગ સ્વીકારી છે:આરોગ્ય મંત્રી
-ગ્રેડ પે સુધારણાની માગણી સ્વીકારી શકાય તેમ નથી:આરોગ્ય મંત્રી @irushikeshpatel #HealthcareStrike… pic.twitter.com/Au25JIfm2h
આગલા તેઓએ કહ્યું, “હજુ તો 2021માં આ લોકોએ હડતાળ કરી હતી અને જુદી જુદી માંગણીઓ કરી હતી. ત્યારે અમે ચર્ચા બાદ ઘણી માંગણીઓ સ્વીકારી હતી.”
નોંધનીય છે કે હાલની હડતાળ અંતર્ગત સરકારે આરોગ્ય કર્મચારીઓની એક માંગ તો સ્વીકારી લીધી છે. પરંતુ ગ્રેડ-પે સુધારણાની માંગણી સ્વીકારવાનો સ્પષ્ટ નનૈયો કર્યો છે.