મહારાષ્ટ્રના સંભાજીનગરમાં સ્થિત ઔરંગઝેબની કબર (Aurangzeb Tomb) હટાવવાને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે. 17 માર્ચની સવારથી જ વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળના (Bajrang Dal) કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું તથા વિવિધ કાર્યાલયોમાં આવેદન પણ આપ્યા હતા. આ દરમિયાન જ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નિતેશ રાણેનું (Nitesh Rane) નિવેદન સામે આવ્યું છે.
નોંધનીય છે કે નિતેશ રાણે હિંદુઓના ચહેરા તરીકેની ઓળખ ધરાવે છે, ત્યારે ઔરંગઝેબની કબર અંગે બજરંગ દળની કારસેવાને સમર્થન આપતા તેમણે નિવેદન આપ્યું હતું કે, “તમે તમારું કામ કરો, સરકાર તેનું કામ કરશે.”
WATCH | नीतेश राणे ने बजरंग दल की कारसेवा का किया समर्थन, कहा- 'आप अपना काम करो, सरकार अपना काम करेगी' @akhileshanandd | https://t.co/smwhXURgtc #Aurangzeb #Maharashtra #BJP #Congress #LatestNews pic.twitter.com/HO2CYiQETX
— ABP News (@ABPNews) March 17, 2025
વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ એલાન કર્યું હતું કે જો સરકાર યોગ્ય પગલા નહીં લે તો તેઓ કારસેવા કરીને ઔરંગઝેબની કબર દૂર કરશે. આ અંગે ભાજપ ધારાસભ્ય ટી.રાજા સિંઘે પણ સમર્થન કર્યું હતું.
તેમણે સરકારને અપીલ કરતા કહ્યું હતું કે, સમય અને સ્થાન નક્કી કરી દો..લોકો આપોઆપ પહોંચી જશે. નોંધનીય છે કે આ પહેલાં CM દેવેન્દ્ર ફડણવીસ પણ ઔરંગઝેબની કબર હટાવવા અંગેનું સમર્થન કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે આ કામ કાયદાકીય રીતે થવું જોઈએ.