Monday, March 17, 2025
More

    ‘બોર્ડની પરીક્ષામાં બુરખો પહેરવા પર મૂકો પ્રતિબંધ’: મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેએ શિક્ષામંત્રીને પત્ર લખી કરી માંગ, કહ્યું- થઈ શકે સુરક્ષા સંબંધી મુશ્કેલીઓ

    મહારાષ્ટ્રમાં આવતા મહિનાથી બોર્ડની પરીક્ષાઓ (Board Exams) શરૂ થવાની છે ત્યારે આ મામલે ભાજપ નેતા અને સરકારમાં મંત્રી નિતેશ રાણેએ (Nitesh Rane) પરીક્ષા દરમિયાન બુરખો બેન (Burqa Ban) કરવાની માંગ કરી છે. તેમણે સ્કૂલ શિક્ષામંત્રી દાદા ભૂસેને આ માંગ સાથેનો પત્ર લખ્યો હતો.

    નિતેશ રાણેએ 29 જાન્યુઆરીના રોજ દાદા ભૂસેને પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે પરીક્ષા દરમિયાન બુરખો પહેરવાથી ગડબડ થઇ શકે છે તથા સુરક્ષા સંબંધી મુશ્કેલીઓ પણ ઉભી થઇ શકે છે. તેથી પરીક્ષા દરમિયાન બુરખો પહેરવા પર પ્રતિબંધ કરવાની માંગ કરી હતી.

    તેમણે પત્રમાં લખ્યું છે કે, “ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પરીક્ષાઓ છે. વિદ્યાર્થીઓનું સમગ્ર ભવિષ્ય તેના પર નિર્ભર છે. ઉપરોક્ત પરીક્ષા નકલ જેવા કોઈપણ પ્રકારની અન્યાય વિના પારદર્શક રીતે યોજવાની અપેક્ષા છે. આ માટે સરકારી સ્તરેથી સમયાંતરે સૂચનાઓ આપવામાં આવે છે.”

    તેમણે આગળ લખ્યું હતું કે, “જો પરીક્ષાર્થીને બુરખો પહેરીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે તો તે તપાસવું શક્ય નથી કે તે ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરીને તો પરીક્ષા નથી આપી રહી ને. જો કટોકટીની પરિસ્થિતિમાં કોઈ મુશ્કેલી ઉભી થાય તો સામાજિક અને કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ ઊભી થશે અને ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડશે.”