તાજેતરમાં ગુજરાતી યુટ્યુબ ચેનલ ‘નિર્ભય ન્યૂઝ’ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર એક સમાચાર પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો કે અંબાલાલ પટેલે ભાજપ સરકાર તૂટશે તેવી આગાહી કરી છે.
X પોસ્ટમાં ‘અંબાલાલ પટેલની રાજકીય આગાહી, ભાજપ સરકાર તૂટશે તેવા એંધાણ’ શીર્ષક સાથે એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં અંબાલાલ પટેલ જોવા મળે છે.

વિડીયો વાયરલ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર નેટીઝન્સે બદમાશી પકડી પાડી હતી અને યુટ્યુબ ચેનલને પૂછ્યું હતું કે આમાં અંબાલાલ પટેલ ભાજપનું નામ ક્યાં લે છે.
નિર્ભય ન્યૂઝ એ પોસ્ટ ડિલીટ કરી દીધી…😂😂@nirbhaynews1 કરી લીધું અક્કલ નું પ્રદર્શન?! https://t.co/Amp0JRaums
— Prachetas Bhimajiyani (@Prachetas_B) January 16, 2025
કારણ કે વાસ્તવિકતા એ હતી કે અંબાલાલે રાજકીય પાર્ટીઓમાં હુંસાતૂંસી વધશે અને પક્ષપલટા થઈ શકે તેમ કહ્યું હતું અને કહ્યું હતું કે, સરકારો માટે ચિંતાનો વિષય બની શકે છે. આમાં ક્યાંય તેમણે કોઈ પાર્ટીનું નામ લીધું ન હતું કે એમ પણ કહ્યું ન હતું કે ભાજપની સરકાર તૂટશે.
પોલ ખુલી ગયા બાદ નિર્ભય ન્યૂઝના પત્રકારોએ ચૂપચાપ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. હવે આ પોસ્ટ જોવા મળી રહી નથી.