Saturday, March 8, 2025
More

    કાશ્મીર, આસામ, UP, મહારાષ્ટ્ર, દિલ્હી…દેશનાં પાંચ રાજ્યોમાં ત્રાટકી NIAની ટીમો, 22 ઠેકાણાં પર ટેરર ફન્ડિંગ મામલે તપાસ તેજ

    કેન્દ્રીય એજન્સી NIAની ટીમો દેશનાં પાંચ રાજ્યોમાં એક ઑપરેશન હેઠળ દરોડા પાડી રહી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જેમાં જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આસામ અને દિલ્હીનો સમાવેશ થાય છે. 

    વહેલી સવારથી જ એજન્સીની જુદી-જુદી ટીમો આ રાજ્યમાં પહોંચી ગઈ હતી અને કાર્યવાહી શરૂ કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, કુલ 22 ઠેકાણાં પર કાર્યવાહી હાથ ધરવામાં આવી. 

    જાણવા મળ્યા અનુસાર, આ કાર્યવાહી જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન વિરુદ્ધ કરવામાં આવી રહી છે. આતંકવાદી સંગઠનનું દેશવ્યાપી નેટવર્ક એજન્સીના નિશાને છે અને તેના ફન્ડિંગ અને અન્ય મામલે તપાસ ચાલી રહી છે. 

    JeM સામે અગાઉ માત્ર કાશ્મીર પૂરતી કાર્યવાહી સીમિત રહેતી હતી, પરંતુ પહેલી વખત આટલા મોટાપાયે ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. NIAએ આ મામલે 2024માં એક FIR નોંધી હતી, જેમાં આતંકી ફન્ડિંગના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ જ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે.