Monday, June 23, 2025
More

    કર્ણાટકના હિંદુ કાર્યકર્તા સુહાસ શેટ્ટીની હત્યા મામલે NIA કરશે તપાસ, ગૃહ મંત્રાલયે આપ્યા આદેશ

    ગત મહિને કર્ણાટકના મેંગલુરુમાં બજરંગદળના પૂર્વ નેતા અને હિંદુ કાર્યકર્તા સુહાસ શેટ્ટીની ટોળાંએ હત્યા કરી નાખી હતી. આ મામલે કુલ 8 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. તેવામાં હવે જાણવા મળી રહ્યું છે કે, આ કેસમાં NIAની પણ એન્ટ્રી થઈ છે. આ કેસની તપાસ હવે NIAને સોંપવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. 

    ગૃહ મંત્રાલય તરફથી આદેશ મળ્યા બાદ NIA સુહાસ શેટ્ટીની હત્યા મામલે તપાસ શરૂ કરશે. એજન્સી તમામ આરોપીના પોલીસ રિમાન્ડ મેળવશે અને તેમની પૂછપરછ કરશે. તે ઘટના વિશે ઝીણવટભરી પૂછપરછ કરશે અને તપાસ પણ સતત ચાલુ રાખશે. 

    નોંધનીય છે કે, 1 મેના રોજ કિન્નીપદાવુ પાસે 6થી 7ના ટોળાંએ હિંદુ કાર્યકર્તા સુહાસ શેટ્ટી પર હુમલો કરી દીધો હતો. સ્થાનિક પોલીસે આ મામલે હમણાં સુધીમાં લગભગ 8 લોકોની ધરપકડ કરી છે. શેટ્ટીની હત્યા બાદથી જ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જોકે, હવે ગૃહ મંત્રાલયના આદેશ બાદ આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી છે.