Tuesday, June 24, 2025
More

    બિહારથી પકડાયો ખાલિસ્તાની આતંકી, માથે હતું ₹10 લાખનું ઈનામ: આતંકવાદીઓને આપતો હતો ભારતની ગુપ્ત માહિતી, 2016માં પંજાબ જેલથી થયો હતો ફરાર

    રાષ્ટ્રીય તપાસ એજન્સીએ (NIA) રવિવારે (11 મે, 2025) બિહારના મોતીહારીથી ખાલિસ્તાની આતંકવાદી (Khalistani terrorist) કાશ્મીર સિંહ ગલ્લાવાડીની (Kashmir Singh Galwadi) ધરપકડ કરી છે. તેના પર ₹10 લાખનું ઇનામ હતું. આ આતંકવાદી ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે સંકળાયેલો હતો અને 2016માં પંજાબની નાભા જેલમાંથી ભાગી ગયો હતો.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાભા જેલમાંથી ભાગી ગયા બાદ ગલ્વાડી નેપાળમાં છુપાઈ ગયો હતો. તે BKI અને હરવિંદર સિંહ સંધુ ઉર્ફે ‘રિંડા’ આતંકવાદી સંગઠનોના નેટવર્કનો ભાગ બની ગયો હતો.

    27 નવેમ્બર 2026ના રોજ, નાભા જેલમાંથી 2 આતંકવાદી અને 4 ગુંડા ભાગી ગયા હતા. NIAની ખાસ કોર્ટે કાશ્મીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું અને તેમને ભાગેડુ જાહેર કર્યા હતા. તે પંજાબ પોલીસ ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર આરપીજી હુમલામાં પણ વોન્ટેડ હતો. જ્યારે તેમના વિશે કોઈ સુરાગ ન મળ્યો, ત્યારે NIAએ 202માં તેમના વિશે માહિતી આપનારને ₹10 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી.

    તે ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે અન્ય આતંકવાદીઓને રહેઠાણ, ભંડોળ અને પુરવઠો પૂરો પાડતો હતો. મોતીહારી પોલીસની મદદથી, NIAએ કાશ્મીર સિંહની ધરપકડ કરી.