Sunday, July 13, 2025
More

    ‘…મામદાની હખણો ના રહ્યો તો નહીં મળે એકપણ કોડી…!’: ઝોહરાન પર પ્રેસિડેન્ટ ટ્રમ્પની ચેતવણી, ન્યૂ યોર્ક સિટીના ભંડોળમાં કાપ મૂકવાની કરી વાત

    ન્યૂ યોર્ક શહેરમાં (New York City) હાલ મેયરના પદ (Mayor Election) માટે ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે મેયર પદ માટે ઉભા રહેલા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ઝોહરાન મામદાની (Zohran Mamdani) હાલ ચર્ચામાં છે. ઝોહરાન મામદાનીની મેયરની ઉમેદવારીની જાહેરાત બાદ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) એક નિવેદનમાં ઝોહરાનને ‘કોમ્યુનિસ્ટ’ (Communist) ગણાવી ન્યૂ યોર્કને મળતા ભંડોળને રોકી દેવાની ધમકી આપી હતી.

    ફોકસ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન અમેંરીકી પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, “તે એક ‘કોમ્યુનિસ્ટ’ છે. માની લો કે જો તે ચૂંટણી જીતી જાય છે અને મેયર બને છે, તો હાલ હું પ્રેસિડેન્ટ છું. એણે સરખી રીતે કામ કરવું પડશે, નહીતર તેને પૈસા આપવામાં નહિ આવે.” ઉલ્લેખનીય છે કે એ પાછલા વર્ષના જાહેર થયેલા આંકડાઓ મુજબ શહેરને વિવિધ સંસ્થાઓ દ્વારા થતા કાર્યક્રમો દ્વારા ફેડરલ સરકાર તરફથી અંદાજે $100 મિલિયન ડોલરથી (અંદાજે ₹8.3 અરબ રૂપિયા) વધારેનું ફંડ મળે છે.

    આ નિવેદન બાદ ચાલુ ચર્ચાઓમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ઝોહરાન મામદાનીએ ટ્રમ્પના કોમ્યુનિસ્ટવાળા નિવેદનને નકારતા પોતાને સમાજવાદી ગણાવ્યા હતા. ઝોહરાને ટ્રમ્પને ટાંકતા કહ્યું હતું કે, “આવા નિવેદનોથી તેઓ એ મુખ્ય મુદ્દાઓથી મારું ધ્યાન ભટકાવવા માંગે છે જેના માટે હું ચૂંટણી લડી રહ્યો છું.” જોકે ઝોહરાનને ઇઝરાયેલના ખુલ્લા વિરોધના કારણે યહૂદીવિરોધી પણ માનવામાં આવે છે.