મહારાષ્ટ્ર (Maharashtra) સરકારે રાજ્યમાં ધોરણ 1 થી 5 સુધી હિન્દીને (Hindi) ત્રીજી ભાષા તરીકે ભણાવવાનું ફરજિયાત બનાવ્યું છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં (NEP) બાળકોને ઓછામાં ઓછી ત્રણ ભાષાઓ શીખવવાની જોગવાઈ છે. પહેલી માતૃભાષા હશે, બીજી અંગ્રેજી હશે અને ત્રીજી દેશના કોઈપણ રાજ્યની કોઈપણ ભાષા હોઈ શકે છે.
દેવેન્દ્ર ફડણવીસ સરકારે 16 એપ્રિલના રોજ આ નિર્ણય લીધો હતો. જોકે ત્રિભાષી ફોર્મ્યુલા હાલમાં ફક્ત માધ્યમિક શિક્ષણમાં જ લાગુ પડે છે, પરંતુ ફડણવીસ સરકારના નિર્ણય પછી, તે મહારાષ્ટ્રમાં પ્રાથમિક શિક્ષણથી જ શરૂ થશે.
महाराष्ट्र में फडणवीस सरकार का बड़ा फैसला, क्लास 1 से 5 तक तीसरी भाषा के रूप में हिंदी अनिवार्य #education #hindi #maharashtra #schools pic.twitter.com/NoPcEON4l0
— India TV (@indiatvnews) April 17, 2025
મહારાષ્ટ્ર સરકારના આદેશ મુજબ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રાજ્યમાં ચાર તબક્કામાં લાગુ કરવામાં આવશે. તે 2025-26માં ધોરણ 1થી જ શરૂ કરીને 2028-29 સુધીના તમામ વર્ગોમાં લાગુ કરવામાં આવશે. હવે મહારાષ્ટ્રમાં 5+3+3+4 મોડેલ અપનાવવામાં આવશે. આ અભ્યાસક્રમ સ્થાનિક સ્તરે SCERT અને બાલભારતી દ્વારા વિકસાવવામાં આવશે.
નોંધનીય છે કે એક તરફ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને હિન્દી ભાષા વિરુદ્ધ એક નવું અભિયાન શરૂ કરીને બેઠા છે જેની પાછલા કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન જ મહારાષ્ટ્રની સરકારે હિન્દીના સમર્થમાં આ નિર્ણય લીધો છે.