પ્રયાગરાજમાં (Prayagraj) મહાકુંભ-2025ની (Mahakumbh 2025) તૈયારી જોરશોરથી ચાલી રહી છે. મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને, વહીવહી કાર્યોને સરળતાથી સંચાલિત કરવાના હેતુ સાથે યોગી સરકારે એક અસ્થાયી જિલ્લાનું (Temporary District) ગઠન કર્યું છે. તેનું નામ ‘મહાકુંભ મેળો’ (Mahakumbh Mela) રાખવામાં આવ્યું છે.
રવિવારે (1 ડિસેમ્બર) યોગી સરકારે ‘મહાકુંભ મેળા’ જિલ્લાનું ગઠન કર્યું છે. આ નવા જિલ્લાને ચાર તાલુકા અને 67 ગામોને જોડીને બનાવવામાં આવ્યો છે. આ જિલ્લામાં વહીવટીતંત્ર તેવી રીતે જ કામ કરશે, જે રીતે અન્ય જિલ્લામાં કરે છે. કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે આ જિલ્લામાં અસ્થાયી પોલીસ સ્ટેશન અને ચોકીઓ પણ રાખવામાં આવી છે.
પ્રયાગરાજમાં મહાકુંભ મેળાને રવિવારના રોજ અસ્થાયી જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે. આ જિલ્લાને ચાર મહિનાની અવધિ માટે બનાવવામાં આવ્યો છે. એટલે કે મહાકુંભની તૈયારીથી લઈને તેના સમાપન સુધી જ આ જિલ્લો રહેશે, જે બાદ તેનું વર્ચસ્વ સ્વતઃ સમાપ્ત થઈ જશે.