Monday, April 14, 2025
More

    ‘નિર્મમ હત્યારાની યાદમાં મેળો યોજવાની દુષ્ટ પ્રથા બધાએ છોડી’: સંભલમાં ન યોજાયો મુઘલ આક્રાંતા સૈયદ સલાર મસૂદ ગાઝીના નામે મેળો

    સંભલમાં (Sambhal) દર વર્ષે જે નેજા મેળો (Neja Mela) યોજાય છે તે યોજવાની પરવાનગી આ વર્ષે પ્રશાસને આપી નહોતી. વાસ્તવમાં પરવાનગી ન આપવાનું કારણ એવું હતું કે આ મેળો મુઘલ આક્રાંતા મહમૂદ ગઝનવીના ભાણિયા સૈયદ સલાર મસૂદ ગાઝીના નામે યોજાતો હતો. ત્યારે એક મુઘલ આક્રાંતાના નામે આ મેળો યોજવાની પરવાનગી આપવામાં આવી નહોતી.

    આ મેળો 27 માર્ચથી યોજવાનો હતો. ત્યારે આજે જે સ્થાન પર મેળો યોજાતો હતો ત્યાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યાં ASP શ્રીશ ચંદ્ર, CO અનુજ ચૌધરી સહિતના અધિકારીઓ હાજર છે. આ ઉપરાંત ભારે માત્રામાં પોલીસ બળ પણ તૈનાત કરવામાં આવ્યું છે.

    આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા ASP સંભલ શ્રીશ ચંદ્રાએ જણાવ્યું હતું કે, “આજે આ સ્થળે કોઈપણ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો નથી. એક આક્રમણખોર અને નિર્મમ હત્યારાની યાદમાં આ મેળો યોજવામાં આવતો હતો. આ દુષ્ટ પ્રથા બધાએ છોડી દીધી છે. આજે અહીં કોઈ આવ્યું નથી. અહીં પોલીસ તૈનાત કરવામાં આવી છે. અહીં સંપૂર્ણ શાંતિ છે.”

    નોંધનીય છે કે આ મામલે સ્મિતા પ્રકાશ સાથેના પોડકાસ્ટમાં CM યોગીએ કહ્યું હતું કે, “સલાર મસૂદ ગાજી એ જ છે જેણે મહમૂદ ગઝનવી સાથે મળીને ભગવાન સોમનાથ મંદિરને લૂંટાવા અને તોડવાનું કામ કર્યું હતું. તેને મહારાજ સોહિલ દેવના નેતૃત્વમાં ભારતીય રાજાઓએ જીવતો સળગાવ્યો હતો. જે ઇસ્લામમાં સૌથી ક્રૂર મોત માનવામાં આવે છે.”