નાયબ સિંઘ સૈની (Nayab Singh Saini) હરિયાણાના નવા મુખ્યમંત્રી (Haryana CM) બન્યા છે. ગુરુવારે (17 ઑક્ટોબર) પંચકૂલાના દશેરા મેદાનમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં તેમણે પદ અને ગોપનીયતાના શપથગ્રહણ કર્યા.
નાયબ સિંઘ સાથે અન્ય પણ અમુક નેતાઓએ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે.
શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી શાહ, ભાજપ અધ્યક્ષ નડ્ડા, TDP ચીફ અને આંધ્રપ્રદેશ CM ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય મંત્રીઓ તેમજ ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત CM ભૂપેન્દ્ર પટેલે પણ આ સમારોહમાં ભાગ લીધો હતો.
નાયબ સિંઘ સૈની સતત બીજી વખત હરિયાણાના CM બન્યા હતા. માર્ચ, 2024માં મનોહરલાલ ખટ્ટરે રાજીનામું આપ્યા બાદ નાયબ સિંઘને CM બનાવવામાં આવ્યા હતા.
તે પહેલાં તેઓ કુરુક્ષેત્રથી ભાજપ સાંસદ હતા. આ પહેલાં નાયબ સિંઘ હરિયાણા વિધાનસભામાં ધારાસભ્ય તેમજ મંત્રી પણ રહી ચૂક્યા છે.