Tuesday, July 15, 2025
More

    બકરીદના દિવસે 9 વર્ષની બાળકી પર હેવાનિયત આચરી કરી હત્યા, મૃતદેહને સૂટકેસમાં કર્યો પેક: હવે દિલ્હી પોલીસે આરોપી નૌશાદને પગમાં ગોળી મારી જીવતો પકડ્યો

    9 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના આરોપી નૌશાદની હાપુડથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી લાવવામાં આવી રહ્યો હતો તે સમયે નૌશાદે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ કોન્સ્ટેબલ અમિત માન પર બ્લેડથી હુમલો કર્યો હતો, જેના જવાબમાં પોલીસે તેના પગમાં ગોળી મારી દીધી હતી. આરોપી અને કોન્સ્ટેબલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ પર જીવલેણ હુમલાનો કેસ પણ આરોપી વિરુદ્ધ વેલકમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

    પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી નૌશાદે કહ્યું છે કે, તેણે દારૂ પીધા પછી ગુનો કર્યો હતો અને તેને તેના કૃત્યનો કોઈ પસ્તાવો નથી. આરોપીએ કહ્યું કે તેનો તેની બેગમ સાથે વિવાદ ચાલી રહ્યો હતો અને બાળકી તેને ઓળખતી હતી, તેથી તે તેની સાથે તેના ફ્લેટમાં ગઈ હતી.

    ઈદના દિવસે નૌશાદે 9 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો અને તેની હત્યા કરી તથા તેને સૂટકેસમાં બંધ કરી દીધી. બાળકીને હોસ્પિટલ લઈ જતી વખતે મૃત જાહેર કરવામાં આવી હતી. ત્યારથી પોલીસ આરોપીને શોધી રહી હતી. બાળકીનો પરિવાર આરોપીને મૃત્યુદંડની સજા આપવાની માંગ કરી રહ્યો છે.